આ વાર્તા વાપરો તમારી વેબસાઈટમાં નો કોપી રાઈટ।।Good Knowledge।।

 હું પાનેતરમાં વીંટાયેલી સોળે શણગાર સજેલી... મારા સાસરિયે ઊભી હતી .. બસ મારો ગૃહ પ્રવેશ થતો હતો...સમય કરતાં વહેલા પહોંચી ગયેલા તેથી બધા વિવિધ ચીજો શોધતા ફરતા હતા... કંકુ ક્યાં છે??? થાળી ક્યાં છે?? જેવા વિવિધ આવાજ જાણે જાણે ક્યાંય ખોવાય ગઈ હોય એમ શોધતા હતા... મારા સાસુ રસોડામાંથી ઓસરી સુધી લગભગ દોડાદોડી કરી રહયા હતા... ત્યાંજ મારી બાજુ માંથી અવાજ આવ્યો... " રહેવા દયો માસી તમને નહીં મળે..." કોઈક દેખાવડી છોકરી બોલી રહી હતી આંખો પણ એના જેવી જ હસતી સુંદર મોટી મોટી ને ગહેરાઈ ભરેલી.... મારા પતિ સમીર બોલ્યા..


"આ ઉર્મિ છે... મારા નાનપણની દોસ્ત અને અમારી પાડોશી...અમેં સાથે ભણ્યાં ... સાથે રમ્યા ને મોટા થયા ... એ મોટા ભાગે અહીં જ હોય મમ્મી કરતા તો ઉર્મિ ને ઘરની કાઈ વસ્તુ ક્યાં છે તેની ખબર હોય...!"


બધી તૈયારી સાથે.. મારો ગૃહપ્રવેશ થયો... મેં ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો... સમીર જ મારી જિંદગી છે.. ને એનું ઘર મારી દુનિયા... હું ખૂબ ખુશ હતી સાથે જ મન માં ખૂબ ગભરાટ હતો કે હું બરાબર બધું સંભાળી શકીશ ને?? સમીર મારાથી ખુશ રહેશે ને??? મારી સાસુમાને ખુશ રાખી શકિશ કે નહીં??

ઘરના લોકોએ અન્ય વિધિઓ પતાવી..... હું મારા ઓરડા તરફ જઈ રહી હતી... ને ... મેં જોયું કે ઉર્મિ...!!! મારા ઓરડામાં મારા આલીશાન ડ્રેસિંગ ટેબલના અરીસામાં જોયું પોતાનું કાજળ સરખું કરી રહી હતી...ને સમીર ... એને તો કઈ ફેર જ નહોતો પડતો એમ પોતાના ફોન માં કશુંક તાકી રહ્યા હતા.

Comments

Popular posts from this blog

भारत, यानी भारत, राज्यों का एक संघ होगा||states that india, that is bharat, shall be a union of states